ઉપયોગની શરતો 

જાન્યુઆરી 20, 2016: ની તારીખે અમલમાં 

“કુરાટિઓ”, અમો’, અમારું અથવા અમને દ્વારા, અમારો મતલબ કુરાટિઓ નેટવર્કસ ઇન્ક., બ્રિટિશ કોલમ્બિયામાં નોંધાયેલ કંપની છે. કુરાટિઓ મોબાઈલ અને ડેસ્કટોપ એપ્લીકેશન્સ સહિત ખાનગી માલિકીનો મંચ અને સંબંધિત સેવાઓ પૂરી પાડે છે, જે ખાતું (એકાઉન્ટ) ખોલેલ હોય તેવા (“વપરાશકર્તાઓ-યુઝર્સ”) ને ખાનગી, રોગ-આધારિત સમકક્ષ (પિયર) નેટવર્કસ અને વ્યક્તિગત સ્તરના આરોગ્ય દેખરેખ ઓજારો (મોનિટરિંગ ટૂલ્સ)(“સેવાઓ-સર્વિસીઝ”) સક્રિય કરવાની છૂટ આપે છે. 

‘તમે’, ‘તમારું’, ‘સભ્ય’ અથવા ‘વપરાશકર્તા’ દ્વારા, અમારો મતલબ અમારી સેવાઓનો ઉપયોગ કરતાં વ્યક્તિઓ (“વપરાશકર્તા-યુઝર” અથવા (“વપરાશકર્તાઓ-યુઝર્સ”) છે. 

કુરાટિઓ ગોપનીયતા નિવેદન સાથે મળીને આ શરતો તમારી અને અમારી વચ્ચેનો સમગ્ર કરાર છે. 

જો તમે ઉપયોગની અમારી શરતો અને બોલીઓ સાથે સંમત ન થતાં હો તો, કૃપા કરીને અમારી સેવાઓનો ઉપયોગ ન કરશો. 

જ્યારે તમે વપરાશકર્તા બનવા માટે સાઇન અપ કરો છો, ત્યારે તમારે એક ખાતું (‘ખાતું-એકાઉન્ટ) ખોલીને નોંધણી કરવી જરૂરી રહેશે. અમે તમારું વપરાશકર્તા ખાતું ખોલવા માટે, અને જ્યારે તમે સાઇન ઇન કરો ત્યારે પ્રમાણિત કરવા માટે તમારું ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડ એકત્રિત કરીશું. તમારે એક વપરાશકર્તા (યુઝર) નામ પર ચૂંટવાનું રહેશે જેનો અમે સેવાઓમા તમારી ઓળખ કરવા ઉપયોગ કરીશું અને જે તમે પોસ્ટ કરેલ ટિપ્પણીઓ (કોમેંટ્સ) બાજુમાં દેખાશે. તમારી ટિપ્પણીઓ અને વપરાશકર્તા નામ જ્યાં કાર્યક્ષમતા અસ્તિત્વમાં હશે ત્યાં અન્ય વપરાશકરતાઓને દેખાઈ શકે છે. 

તમે ટિપ્પણી રજૂ કરીને, પ્રદર્શિત કરીને, પોસ્ટ કરીને અને અન્યથા વહેંચીને અથવા સેવાઓનો ઉપયોગ કરીને પૂરી પાડશો. તમારી સામગ્રીમાં ટેક્ષ્ટ, ફાઈલો, દસ્તાવેજો, અહેવાલો, પરિણામો, માહિતી, બુલેટિન્સ, છબીઓ, ફોટોગ્રાફ્સ, વિડીયો, કૃતિઓ, કર્તૃત્વ (ઓથરશિપ) ની કૃતિઓ, અરજીઓ, અથવા કોઈ પણ અન્ય સામગ્રીઓ સામેલ હોય શકે છે. તમે સામગ્રીની માલિકી ધરાવો છો અને તમે સેવાઓના અન્ય વપરાશકર્તાઓ સાથે શું વહેંચવાનું પસંદ કરશો તેના પર પણ નિયંત્રણ ધરાવો છો. તમે કઈ સામગ્રી વહેંચો છો તે સહિતનો સેવાઓનો તમારો ઉપયોગ હમેશા સ્વૈચ્છિક છે. 

સેવાઓ (સર્વિસીઝ) ને રજૂ કરેલ અથવા તે મારફત ઉપલબ્ધ તમામ સામગ્રી જેને સામગ્રી રજૂ કરેલ હોય તે વપરાશકર્તાની સંપૂર્ણ જવાબદારી છે. અન્ય વપરાશકર્તાઓ દ્વારા પોસ્ટ કરવામાં અથવા વહેંચવામાં આવેલ સામગ્રી જરૂરી રીતે ક્યુરાટિઓના અભિપ્રાયો અથવા નીતિઓ દર્શાવતા નથી. કોઈ પણ વપરાશકર્તા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સામગ્રી માટે કોઈ જવાબદારી અને આવી કોઈ પણ સામગ્રી અંગે વપરાશકર્તાની વર્તણૂક અંગે જવાબદારી અમે લેતા નથી. ક્યુરાટિઓ અયોગ્ય સામગ્રી અથવા વર્તણૂક માટે સેવાઓ નિયંત્રિત કરવા માટે કોઈ જવાબદારી નથી લેતું, પરંતુ અમે, અમારી સંપૂર્ણ મુનસફીએ, સેવાઓના ઉપયોગની તપાસ કરવાનો અને આ શરતો મુજબ યોગ્ય પગલાં લેવાનો હક્ક અનામત રાખીએ છીએ. અન્ય વપરાશકર્તાઓ અમને, યોગ્ય સામગ્રી અથવા વર્તણૂક સહિત, સેવાઓના અયોગ્ય ઉપયોગ પ્રત્યે સજાગ કરી શકે છે. 

તમે સેવાઓનો ઉપયોગ કરીને જે પણ સામગ્રી વહેંચો છો તે વહેંચવા માટે તમારી છે તે સુનિશ્ચિત કરવા, અને તમે કોઈ પણ વ્યક્તિ અથવા અસ્તિત્વના ગોપનીયતા હક્કો, જાહેરાત હક્કો, કોપીરાઇટ્સ, કરાર હક્કો અથવા અન્ય કોઈ હક્કોનું ઉલ્લંઘન ન કરવા સંમત થાઓ છો. આ યાદ રાખશો કારણ કે કોઈ પણ સામગ્રી જે તમે પોસ્ટ કરો અથવા અન્યથા વહેંચો તેના માટેનાં કોઈ પણ હક્કો અંગે પરવાનગી માટે તમે જવાબદાર છો. 

સેવાઓમાં વપરાશકર્તાઓને સમુદાયોને સામગ્રી, બ્લૉગ્સ, સંદેશ બોર્ડ્સ, આસ્ક એન એક્સપર્ટ, સોશિયલ વર્તુળ અને અન્ય જાહેર વિસ્તારો (એકત્રિત રીતે “જાહેર વિસ્તારો”) અપલોડ કરવાની છૂટ આપતી કાર્યક્ષમતા સામેલ છે. કૃપા કરીને યાદ રાખો કે જે સામગ્રી તમે જાહેર વિસ્તારોમાં વહેંચવાનું પસંદ કરો છો તે અન્ય વપરાશકર્તાઓને ઉપલબ્ધ રહેશે જેઓ કોઈ પણ નિયંત્રણ વિના સામગ્રી જોઈ, વહેંચી, વિતરિત, પ્રવેશી, નકલ, ડાઉનલોડ અને ઉપયોગ કરી શકે છે. તે મુજબ, જાહેર વિસ્તારોનો ઉપયોગ કરતી વખતે કઈ સામગ્રી વહેંચવાનું પસંદ કરો છો તે અંગે કૃપા કરીને કાળજીપૂર્વક વિચાર કરો. ખાનગી આરોગ્ય માહિતી જાહેર વિસ્તારોમાં ન વહેંચો. જાહેર વિસ્તારોમાં સામગ્રી રજૂ કરીને, તમે સંમત થાઓ છો કે જાહેર વિસ્તારોમાંની રજૂઆતો તમામ હેતુઓ માટે બીન-ગોપનીય છે. 

અમારે તમારી સહમતીની જરૂર છે જેથી અમે તમારી સામગ્રીમાં પ્રવેશ જેની સાથે વહેંચવાનું પસંદ કરતાં હો તો તેવા અન્ય વપરાશકર્તાઓ સાથે તમારી સામગ્રી વહેંચી શકીએ. આ તમને સેવાઓ પૂરી પાડવા સાથે જોડાયેલ હોય તે સિવાય તમારી સામગ્રી વેચવા અથવા અન્યથા વિતરિત કરવાના કુરાટિઓને હક્ક આપતું નથી. લાઇસન્સ (પરવાનો) જે તમે કુરાટિઓને આપો છો તે બીન-આગવું (મતલબ કે તમે તમારી સામગ્રી અમારા ઉપરાંત કોઈ અન્યને લાઇસન્સ કરવા મુક્ત છો), સંપૂર્ણ ચુકવણી સાથેનું અને રાજત્વ-રહિત (રોયલ્ટી ફ્રી)(મતલબ કે તમે પોસ્ટ કરેલ સેવાઓ પર ઉપયોગ માટે તમારી પાસેથી હક્કો લેવા માટે હક્કો કુરાટિઓને તમને અથવા અન્ય કોઈને ચુકવણી કરવી જરૂરી નથી), પેટા-લાઇસન્સ આપી શકાય તેવું (જેથી કુરાટિઓ સહયોગીઓ, પેટા-કોન્ટ્રાક્ટરો અને અન્ય ભાગીદારો જેવા કે ત્રીજા પક્ષ પ્રદાતાઓ અથવા ઇન્ટરનેટ સામગ્રી આપનાર નેટવર્કસ આ વાયરલેસ વાહકોનો ઉપયોગ સેવાઓ પૂરી પાડવા કરી શકે), અને વિશ્વભર માટે (કારણ કે ઇન્ટરનેટ અને સેવાઓ પહોંચ માટે વૈશ્વિક સ્તરના છે).

આ સાઇટ (સ્થળ) આરોગ્ય ચિંતાઓ, પ્રતિકૂળ બનાવો અથવા ઉત્પાદન ટેકનિકલ ફરિયાદોની જાણ કરવા અથવા તો ઉત્પાદો અંગે ટેકનિકલ અથવા તબીબી પ્રશ્નો પૂછવા માટે નથી. તમામ પ્રસંગોએ તમારે તમારા ચિકિત્સક અથવા ફાર્માસિસ્ટને રિફર કરવું જોઈએ. 

આ સાઇટના વપરાશકર્તા તરીકે, જો તમે આ સાઇટ પર સૂચીબદ્ધ કરેલ કોઈ પણ ઉત્પાદો, અથવા કંપનીના કોઈ પણ ઉત્પાદોનો ઉપયોગ કરતી વખતે કોઈ પ્રતિકૂળ અનુભવ અથવા ઉત્પાદન ટેકનિકલ ફરિયાદ પૂરી પાડો, તો તમે સમજશો કે, તમે પૂરી પાડેલ માહિતીની જાણ તમને ઉત્પાદન આપનાર કંપનીને, તેની નિયમનકારી જરૂરિયાતોને પૂરી કરી શકે તે માટે, ક્યુરાટિઓ દ્વારા તે કંપનીને અહેવાલિત કરવી પડી શકે છે. આમ કરવા માટે, કંપની તમે પૂરી પાડેલ માહિતીનો ઉપયોગ, નિયમનકારી સત્તાવાળા દ્વારા જરૂરી હોય તે રીતે તેના ઉત્પાદો સાથેના પ્રતિકૂળ અનુભવના સંબંધમાં તમારા ભૌગોલિક સ્થળ માટે સંબંધિત નિયમનકારોને અહેવાલો રજૂ કરવા માટે કરી શકે છે. કંપનીને વધુ માહિતી માટે તમારો અને/અથવા તમારા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકનો સંપર્ક કરવો જરૂરી બની શકે છે. તમે સમજશો કે કાયદાની પુર્તતા કરવા માટે, તમે કોઈ પણ ઉત્પાદોનો ઉપયોગ કરતી વખતે થયેલ પ્રતિકૂળ અનુભવ અંગે અમને અથવા ત્રીજા પક્ષકારને પૂરી પાડેલ અંગત માહિતીમાં સુધારો કરવા અથવા તેને દૂર કરવાની તમારી વિનંતી સ્વીકારવાની અમને પરવાનગી ન પણ મળી શકે. 

તમે કોઈ પણ સમયે સેવાઓમાંથી તમારી કોઈ પણ અથવા તમામ સામગ્રી કાઢી નાખી શકો છો. તમે સેવાઓમાંથી તમારી સામગ્રી હાકારાત્મક રીતે કાઢી નાખો પછી, અમે વહેવારુ રીતે શક્ય હોય તે રીતે જેમ બને તેમ જલ્દી વિતરણ બંધ કરી દઇશું. સેવાઓ આપવા માટે અમારા દ્વારા ઉપયોગમાં લેવાતા તિકનીકળ પગલાઓને કારણે આમાં થોડો સમય લાગે છે. 

સેવાઓમા અમે અને અમારા ભાગીદારો, સેવાઓ વિતરિત કરવા અધિકૃત કરવામાં આવેલ ત્રીજા પક્ષકાર પ્રદાતાઓ (“પ્રોવાઇડર્સ”), પરવાનો આપનાર અને અન્ય પ્રદાતાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે તેવી સામગ્રી પણ સામેલ છે. આ તમામ સામગ્રી, જે તે કિસ્સામાં, કુરાટિઓ અથવા તેના માલિકોની મિલકત છે, અને કેનેડીયન અને આંતરરાષ્ટ્રીય કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ, અંદ અન્ય લાગુ કાયદાઓથી રક્ષિત છે. સેવાઓનો ઉપયોગ કરીને, તમે પ્રાપ્ત કરવામાં આવેલ, સેવાઓનો ઉપયોગ કરીને પ્રવેશવામાં આવેલ અથવા જોવામાં આવેલ સામગ્રીના માલિકી હક્કો અથવા કોઈ પણ નિહિત હક્કો સંપાદિત કરતાં નથી અને માહિતી અને સામગ્રીનાં પોસ્ટિંગનો અર્થ માલિકે સામગ્રી પરના કોઈ પણ હક્કો જતાં કરેલ છે. તમે, જો કે, સામગ્રીનો ઉપયોગ સેવાઓના સંબંધમાં અને સેવાઓનો ઉપયોગ કરતી વેળાએ તમારા અંગત, બીન-વાણિજયક ઉપયોગ કરી શકો છો, સિવાય કે તમે અન્યથા નિશ્ચિત સૂચનાઓ ધરાવતા હો. 

કુરાટિઓ, આ શરતોનો ભંગ કરતી હોય તેવી સામગ્રી સહિત, પણ તેટલાથી મર્યાદિત નહીં, કોઈ પણ સામગ્રી કોઈ પણ કારણસર અથવા કારણ વિના કાઢી નાખી શકે છે. વધુમાં, કુરાટિઓ તમે સેવાઓ મારફત અથવા તેના સંબંધમાં પોસ્ટ કરેલ સામગ્રીની સંગ્રહ ક્ષમતા મર્યાદિત રાખવાનો હક્ક અનામત રાખે છે. 

સેવાઓ તબીબી સલાહ નથી આપતી 

સેવાઓ પર જોવા મળતી સામગ્રી, જેમ કે ત્રીજા પક્ષકારો, પ્રદાતાઓ, અને અન્ય વપરાશકર્તાઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલ ટેક્સ્ટ, ગ્રાફિક્સ, છબીઓ, સંદેશાઓ અને અન્ય સામગ્રી તબીબી અને આરોગ્ય માહિતી ધરાવી શકે છે. આવી માહિતી માત્ર માહિતીના હેતુઓ માટે જ છે. તે તબીબી તપાસ અથવા કોઈ ચિકિત્સકની સલાહ, નિદાન અથવા સારવારનાં વિકલ્પ તરીકે અપેક્ષિત નથી. તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાઓ તમને તમારી ચોક્કસ આરોગ્ય સમસ્યાઓ પર સલાહ પૂરી પાડવા માટે સૌથી વધુ યોગ્ય લોકો છે. 

જો તમે તબીબી કટોકટી ધરાવતા હો, તો તમારા ડોક્ટર, 911 અથવા તમારા તબીબી કટોકટી નંબર પર તાત્કાલિક કોલ કરો. અમે કોઈ નિશ્ચિત કસોટીઓ, ચિકિત્સાઓ, ઉત્પાદો, કાર્યપ્રણાલીઓ, અભિપ્રાયો અથવા અન્ય માહિતી જે સેવાઓ પર દર્શાવવામાં આવી શકે તેની ભલામણ કરતાં નથી અથવા પુષ્ટિ આપતા કરતાં નથી. 

આ શરતોમાં પ્રવેશ કરવા માટેની ક્ષમતા 

સેવાઓ બાળકો અને સગીરો માટે અપેક્ષિત નથી. આ શરતોમાં પ્રવેશ કરવા માટે, તમે રહેણાકના તમારા અધિકૃત વિસ્તારમાં પુખ્ત વયે પહોંચેલા હોવા જોઈએ અથવા કાયદાકીય માતા-પિતા અથવા વાલીની સંમતિ ધરાવતા હોવા જોઈએ, અને તમે શરતોમાં પ્રવેશ કરવા સંપૂર્ણપણે સમર્થ અને સક્ષમ હોવા જોઈએ અને આ શરતોથી બંધાવા અને તેની પુર્તતા કરવા સમર્થ હોવા જોઈએ. જો તમે આ શરતો સ્વીકારો છો, તો તમે દર્શાવો છો કે તમે તેનાથી બંધાવા માટે ક્ષમતા ધરાવો છો. 

તમે સેવાઓ સાથે શું નથી કરી શકતા 

અમે અમારી સેવાઓ બાબતે અત્યંત ગૌરવાન્વિત છીએ અને ખરેખર આશા રાખીએ છીએ તમે તેના ઉપયોગમાં આનંદ અનુભવશો. તમે સંમત થાઓ છો કે તમે તમારા ખાતા પર થતી, તમે અન્ય વપરાશકર્તાઓને જે માહિતી પાઠવો અને અન્ય વપરાશકર્તાઓ સાથેના તમારા સંવાદ સહિતની, કોઈ પણ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે માટે જવાબદાર છો અને તમારા પાસવર્ડ અથવા ખાતામાં અન્ય કોઈ પ્રવેશ ન ધરાવે તે સુનિશ્ચિત કરવા માટેના વાજબી પગલાઓ લેવા માટે જવાબદારો છો. 

કુરાટિઓ સેવાઓમા પ્રવેશ કરવા અને તેનો અંગત ઉપયોગ કરવા માટે મર્યાદિત, પાછો ખેંચી શકાય તેવો, બીન-આગવો પરવાનો (લાઇસન્સ) આપે છે. 

નીચેની પ્રવૃત્તિઓ ખાસ કરીને પ્રતિબંધિત છે: 

સેવાઓ કે તેના કોઈ પણ ભાગમાં ફેરફાર કરવા માટે સેવાઓ ડાઉનલોડ કરવી. કોઈ પણ ઉત્પાદન કે સેવાઓની જાહેરાત કરવા અથવા કોઈ પણ અન્ય વાણિજયક ઉપયોગ માટે સેવાઓના ઉપયોગ સહિત, સેવાઓ અથવા તેની સામગ્રીના પુન:વેચાણ અથવા વાણિજયક ઉપયોગ માટે ઉપયોગ કરવો. તમે સેવાઓ પર વાણિજયક સામગ્રી અપલોડ નહીં કરો અથવા સેવાઓનો ઉપયોગ અન્ય લોકોને કોઈ વાણિજયક ઓનલાઈન સેવા અથવા અન્ય સંસ્થાઓમાં જોડાવા અથવા સભ્યો બનવા માંગણી કરવા સેવાઓનો નહીં કરો. અન્ય વ્યક્તિ વિષે કોઈ પણ અંગત માહિતી વહેંચાવી સિવાય કે તે વ્યક્તિએ તે વહેંચવા સ્પષ્ટ પરવાનગી આપી હોય. કોઈ પણ માનહાનિજનક, નિંદાત્મક, પજવણી કરતી, દાદાગીરી કરતી, હલકી કક્ષાની, નાલેશીજનક, ધમકી આપતી, આક્રમક, જાતિય રીતે સ્પષ્ટ હોય તેવી અથવા ગેરકાયદેસર સામગ્રી અથવા ધર્માંધતા, જાતિવાદ અથવા ધિક્કારની છડેચોક અભિવ્યક્તિ ધરાવતી અથવા જે અન્યથા આક્રમક અથવા ગેરકાયદેસર હોય તેવી કોઈ પણ સામગ્રી પોસ્ટ કરવી. તમે આ નહીં કરવા સંમત થાઓ છો: 

સેવાઓના સ્રોત કોડ અથવા અપ્રગટ અલ્ગોરિથમનું રિવર્સ એન્જીનિયરીંગ, પુનરુત્પાદન, ફેરફાર, અનુવાદ, વિઘટન, અક્ષમ, અલગ કરવા, અથવા અન્યથા શોધવાનો પ્રયાસ કરવો. સેવાઓ અને/અથવા સેવાઓના કોઈ પણ ભાગ પર આધારિત સુધારો, અનુવાદ, અથવા બીન-મૌલિક કૃતિનું સર્જન કરવું. સ્પર્ધાત્મક ઉત્પાદન અથવા સેવાની રચના કરવા સેવાઓમા પ્રવેશ અથવા ઉપયોગ અથવા સેવાઓના કોઈ પણ સ્વરૂપો, કામગીરીઓ અથવા ગ્રાફિક્સની નકલ કરવી. તેઓની ઉપલબ્ધિ, કામગીરી અથવા કાર્યક્ષમતા નિયંત્રિત કરવાના હેતુઓ માટે અથવા કોઈ પણ બેંચમાર્કિંગ અથવા સ્પર્ધાત્મક હેતુઓ માટે સેવાઓમા પ્રવેશ અથવા ઉપયોગ. સેવાઓ સાથે કડી (લિન્ક) ની રચના કરવી અથવા સેવાઓમાંથી તેમાં રહેલ અથવા પ્રવેશક્ષમ સામગ્રી બનાવવી અથવા પ્રતિકૃતિ કરવી. તમારા માટે અપેક્ષિત ન હોય તેવા સેવાઓના વિસ્તારો, જેના માટે તમને આમંત્રણ ન હોય તેવા વિસ્તારો, તેના પર અથવા તેની મારફત ઉપલબ્ધ સામગ્રી અથવા ડેટામાં પ્રવેશ, છેડછાડ અથવા ઉપયોગ કરવો સેવાઓના કોઈ પણ ભાગની ભેદ્યતાને ચકાસવા, સ્કેન કરવા અથવા કસોટી કરવી અથવા જાણીજોઇને સુરક્ષા અથવા પ્રમાણિતતા પગલાઓ સાથે છેડછાડ કરવી. સેવાઓ પર કોઈ પણ અન્ય વ્યક્તિના કાર્યો અથવા અન્ય પ્રવૃત્તિઓને ઓળખવા સહીત, મર્યાદા વિના, સેવાઓ સાથે સંબંધિત કાર્યક્ષમતા પૂરી પાડવી અથવા “ટ્રેકિંગ” નો ઉપયોગ કરવો અથવા કાર્યક્ષમતા નિયંત્રિત કરવી. કોઈ પણ સમયે સેવાઓના અન્ય વપરાશકર્તાના ખાતા, યુઝર નામ, અથવા પાસવર્ડનો ઉપયોગ કરવો અથવા તમારો પાસવર્ડ અન્ય ત્રીજા પક્ષકારને જાહેર કરવો અથવા કોઈ ત્રીજા પક્ષકારને તમારા ખાતામાં પ્રવેશની પરવાનગી આપવી. વણમાગેલ ઈમેઈલ મોકલવાના હેતુ માટે યુઝર નામ, યુઝર આઈડી અને/અથવા ઈલેક્ટ્રોનિક અથવા અન્ય માધ્યમો દ્વારા વપરાશકર્તાઓના ઈમેઈલ સરનામા એકત્રિત કરવા, અથવા સેવાઓના ફ્રેમિંગ અથવા તેની સાથે જોડાણ કરવું, અથવા ત્રીજા પક્ષકાર પ્રોત્સાહક સાઇટો અથવા નાણાં માટે પ્રોફાઇલ્સને પ્રોત્સાહિત કરવાના સૉફ્ટવેર નિયુક્ત કરવા. અસ્વીકાર્ય અથવા પ્રતિબંધિત ઉપયોગ માટે, અમે, અમારી મુનસફીએ અને કોઈ પણ જવાબદારી વિના, કોઈ પણ સામગ્રી કાઢી નાખીશું, અથવા સામગ્રી દૂર કરવા વિનંતી કરીશું, અને ખાતું પણ બંધ કરીશું, અમે નોટિસ અથવા ખુલાસો ન આપવાનું પસંદ કરી શકીએ છીએ. અમે, સેવાઓના કોઈ પણ ગેરકાયદેસર અથવા અનધિકૃત ઉપયોગ માટે કાયદાના અનુપાલનકર્તાને સોંપવા સહિત, પણ ટટલથી મર્યાદિત નહીં તે રીતે, યોગ્ય કાનૂની પગલાં લેવાનો હક્ક અનામત રાખીએ છીએ. 

વપરાશકર્તા વર્તણૂક 

તમારે સેવાઓનો એવી કોઈ રીતે ઉપયોગ ન કરવો આવશ્યક છે, જેનાથી સેવાઓ અથવા તેમાં પ્રવેશ માટે કોઈ પણ રીતે અવરોધ, નુકશાન અથવા અક્ષમ બનવાનું કારણ બને, અથવા તેમ થવાની સંભાવના હોય. તમે સમજો છો કે તમારા કોમ્પ્યુટરમાંથી અમને મોકલવામાં આવતા તમામ ઈલેક્ટ્રોનિક સંચાર અને સામગ્રી માટે તમે જવાબદાર ક્ચો અને તમારે સેવાઓનો ઉપયોગ માત્ર કાયદેસર હેતુઓ માટે કરવો આવશ્યક છે. સેવાઓના ચોક્કસ લક્ષણો તમે સામગ્રીને ઈમેઈલ અથવા સોશિયલ મીડિયા મારફત તમારા દ્વારા નિર્દિષ્ટ સરનામાઓ અને/અથવા સોશિયલ મીડિયા ખાતાઓને મોકલવાની છૂટ આપી શકે છે. આ લક્ષણોનો ઉપયોગ કરીને, તમે કુરાટિઓને રજૂઆત કરો છો, ખાતરી આપો છો અને પુષ્ટિ કરો છો કે તમે આવા સંચારો મોકલવા માટે તમામ પ્રાપ્તકર્તાઓની સંમતિ ધરાવો છો. 

જો સેવાઓ મારફત રજૂ કરો, પોસ્ટ કરો અથવા અપલોડ કરો, તો તમે સુનિશ્ચિત કરશો કે સામગ્રી ગેરકાયદેસરની, અશ્લીલ, અપમાનજનક, ધમકીયુક્ત, નાલેશીયુક્ત, ગોપનીયતા પ્રત્યે આક્રમક, બૌદ્ધિક મિલકત હક્કોનો ભંગ કરતી અથવા અન્યથા ત્રીજા પક્ષકારને હાનિકારક, અથવા વાંધાજનક ન હોય અને તે સૉફ્ટવેર વાઇરસ, રાજકીય અભિયાન, વાણિજયક માગણી, ચેઇન પત્રો, સામૂહિક મેલિંગ, અથવા કોઈ પણ પ્રકારના “સ્પામ” ધરાવતી ન હોય. સેવાઓ પર કોઈ પણ રીતે અથવા સ્વરૂપે સતામણી, ઈમેઈલ, ચેટ અથવા સામાજિક મીડિયા મારફત હોય તે સહિત, અથવા અશ્લીલ અથવા અપમાનજનક ભાષા કડકપને નિષિદ્ધ છે. કુરાટિઓના કર્મચારી, યજમાન અથવા પ્રતિનિધિ, અથવા સેવાઓના અન્ય સભ્યો અથવા મુલાકાતીઓ સહિત અન્ય લોકોનું વ્યક્તિત્વ ધારણ કરવું પ્રતિબંધિત છે. તમારે કોઈ પણ સામગ્રી જે બદનક્ષીકારક, નાલેશીજનક, અથવા અન્યથા વાંધાજનક હોય, અથવા જે ફોજદારી ગુનો બનતો હોય અથવા તેને પ્રોત્સાહન આપે, કોઈ પણ પક્ષકારના હકકોનું ઉલ્લંઘન કરે અથવા અન્યથા જવાબદારીમાં વધારો કરે અથવા કોઈ પણ કાયદાનો ભંગ કરે તેવી કોઈ પણ સામગ્રી સેવાઓ મારફત અપલોડ, વિતરિત, અથવા અન્યથા પ્રકાશિત ન કરવી આવશ્યક છે. 

તમારું રક્ષણ 

અમે તમારી ગોપનિયતાનું રક્ષણ કરવા અને સેવાઓ સુરક્ષિત રાખવા સખત મહેનત કરીએ છીએ, પરંતુ તમે પણ મહત્વની ભૂમિકા ભજવો છો. 

તમે તમારી સામગ્રી વહેંચો તે પહેલા તમે સેવાઓમા ક્યાં અને કોની સાથે તમારી સામગ્રી વહેંચવા માંગો છો તે વિચારો. સુનિશ્ચિત કરો કે તમારી સામગ્રી અન્ય સોશિયલ નેટવર્કિંગ પાનાઓ અથવા સ્થાનો સાથે અથવા સેવાઓ સાથે જોડાયેલ અન્ય કોઈ વેબસાઈટસ જ્યાં આ કાર્યક્ષમતા ઉપલબ્ધ છે તેની સાથે કઈ રીતે વહેંચવામાં આવશે તે તમે સમજો. જેમાં માત્ર તમે જ પ્રવેશ કરી શકતા હો તેવા એક ઈમેઈલ સાથે નોંધણી કરો. 

એવો પાસવર્ડ પસંદ કરો જેનું અનુમાન કરવું સરળ ન હોય અને તેને ખાનગી રાખો. જો તમને શંકા હોય કે કોઈ અન્ય તે જાણે છે અથવા તમારા ખાતા (એકાઉન્ટ) ની અંદર દાખલ થયેલ છે તો તાત્કાલિક તમારો પાસવર્ડ બદલો. જ્યારે તમે સેવાઓનો ઉપયોગ કરો ત્યારે કાળજી રાખો, દાખલા તરીકે જો તમે વહેંચાયેલ અથવા જાહેર કોમ્પ્યુટર અથવા અન્ય ઉપકરણનો ઉપયોગ કરો તો દરેક વખતે લૉગ આઉટ કરીને. સેવાઓમા પ્રવેશ માટે તમે ઉપયોગમાં લેતા હો તો કોમ્પ્યુટર અથવા અન્ય ઉપકરણ સુરક્ષિત કરો, દાખલા તરીકે તમારા મોબાઈલ ફોનમાં પ્રવેશ માટે કોઈ પાસવર્ડ જરૂરી રાખીને. તમારી જાતને ફિશિંગ કૌભાંડ (સાઇબર હુમલા) થી તમારી જાતને સુરક્ષિત રાખો: ક્યારે પણ અજ્ઞાત વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલ લિંક્સ પર ક્લીક ન કરશો અથવા જોડાણો ન ખોલશો, પોપ અપ્સથી જાગૃત રહો અને તમે જે સાઇટનો ઉપયોગ કરી રહ્યા છો તે સુરક્ષિત છે તેના ચિન્હો જુઓ, જેમ કે બ્રાઉઝર સ્ટેટસ બાર પર લોક આઈકોન. તમારી જવાબદારીઓની પુર્તતા કરવામાં તામરી નિષ્ફળતાથી ઉદભવતા કોઈ પણ નુકશાન અથવા હાનિ માટે અમે જવાબ ન હોય શકીએ કે રહીશું નહીં. 

જો તમે માનતા હો કે તમારા ખાતામાં દાખલ થઈ છે તો, તમે તમારો પાસવર્ડ સેવાઓ મારફત બદલી શકો છો. જો તમને પસ્સ્વર્ડ અથવા ખાતું નિષ્ક્રિય કરવા માટે મદદની જરૂર હોય તો, અમારો support@curatio.me પર સંપર્ક કરો અને અમે તમને મદદ કરીશું 

સેવાઓમા પ્રવેશ 

અમે તમને સેવાઓ સીધી જ ઉપલબ્ધ કરાવીએ અથવા કોઈ પ્રદાતા તેઓને ઉપલબ્ધ કરાવી શકે (દાખલા તરીકે આરોગ્ય સંભાળ અથવા સામાજિક સેવા પ્રદાતા, સરકારી સંસ્થા, આરોગ્ય સત્તાવાળા, સમુદાય સંસ્થા અથવા સેવાઓના અન્ય પરવાનાધારક). કોઈ પણ રીતે, સેવાઓમા અથવા સેવાઓના કેટલાક ભાગમાં પ્રવેશ માટે ખર્ચ (ચાર્જ) હોય શકે છે. અમે કોઈ પ્રદાતા સેવાઓ સંબંધિત ફી અથવા અન્ય લેણાઓ વસૂલે તેના પર કોઈ નિયંત્રણ ધરાવતા નથી. જો તમને તેઓની ફી અને/અથવા ચૂકવણીઓ અંગે કોઈ પ્રશ્નો, ટિપ્પણીઓ અથવા ચિંતાઓ હોય તો, કૃપા કરીને તમારા પ્રદાતાનો સંપર્ક કરો. તમે સંમત થાઓ છો કે કુરાટિઓ તમારા અને તમારા પ્રદાતા વચ્ચે કોઈ વહેવાર અથવા તકરાર સંબંધિત અથવા તેના પરિણામે થતાં કોઈ પણ પ્રકારના નુકશાન અથવા હાનિ માટે જવાબદાર અથવા જુમ્મેવાર નહીં રહે. 

તમને સેવાઓનો ઉપયોગ કરતાં પહેલા કોઈ ખર્ચ (ચાર્જ) હશે કે કેમ તેની અગાઉથી જાણ કરવામાં આવશે. તમે તમને જે ફી ચાર્જ કરવામાં આવશે તેની સમીક્ષા કરવાની અને સ્વીકારવાની તક ધરાવશો. વધારાની ફી અને ખર્ચ સાથે નવી સેવાઓ ઉમેરવામાં આવી શકે છે, અથવા અમારી સંપૂર્ણ મુનસફી પર, હયાત સેવાઓ માટે ફી સક્રિયપણે સુધારવામાં અને ચાર્જ કરવામાં આવી શકે છે. 

ફી ચૂકવવાપાત્ર હશે તે પ્રસંગે, ફીની પ્રક્રિયા કરવાના હેતુ માટે બિલિંગ પ્રદાતા દ્વારા અને તેને તમારી અંગત માહિતીના એકત્રીકરણ, ઉપયોગ અને જાહેર કરવાની સંમતિ આપો છો. બિલિંગ પ્રદાતાઓ તમારી અંગત માહિતી સાથે શું કરી શકે અને શું ન કરી શકે તે અંગે સખત નિયમનોને આધીન છે. 

જો તમે પ્રદાતા મારફત સેવાઓમા પ્રવેશ કરો છો, તો પણ આ શરતો અસરમાં રહેશે અને તમારે તેઓ સાથે સંમત થવું જરૂરી છે. જો કે, તમારા પ્રદાતા તેઓની સાથે પણ કરાર કરો તેવું ઇચ્છી શકે છે. કુરાટિઓ તે કરારના પક્ષકાર નથી અને રહેશે નહીં. તમારા પ્રવેશ અને સેવાઓના ઉપયોગ બાબતે તમારી અને અમારી વચ્ચેના સંબંધને માત્ર આ જ શરતો અનુશાસીત કરશે. 

આ શરતો સેવાઓના ઉપયોગના નિયમો જેટલી હદે પૂરા પાડે છે જે ઓછા પ્રતિબંધક હોય અથવા પ્રદાતાની ઉપયોગ શરતો સાથે અસંગત હોય, તો વધુ પ્રતિબંધક શરતો પ્રાથમિક્તા ધરાવશે અને લાગુ પડશે. 

તમારા ડેટા પ્રત્યેના હક્કો 

તમે તમારી સામગ્રીના માલિક છો. કુરાટિઓના ગોપનીયતા કથન અનુસાર, તમે સંમત થાઓ છો કે સેવાઓના તમારા ઉપયોગમાંથી પ્રાપ્ત કરેલ અથવા તેના થકી ઉદભવેલ કોઈ પણ ડેટા અથવા માહિતી અને/અથવા તમારા વિષેની માહિતી જે અમારા દ્વારા સંકલન આધારિત રીતે એકત્ર કરવામાં આવેલ છે (“અનામી ડેટા”) તેની માલિકી કુરાટિઓની છે. આ કરારમાં, “અનામી ડેટા” નો અર્થ થાય છે કે કુરાટિઓ તમારો ડેટા અને/અથવા તમારી પાસેથી એકત્રિત કરવામાં આવેલ અથવા પ્રક્રિયા કરવામાં આવેલ માહિતીના અંશો અથવા તમારી ઓળખ આપી શકે તેવી કોઈ પણ માહિતી ધરાવતી અથવા જાહેર કરતી ન હોય તે રીતે અને/અથવા જ્યાં ડેટાને અન્યથા અનામી કરવામાં આવેલ હોય, તેને જોડે છે. કુરાટિઓ, તમામ અનામી કરેલ ડેટામાં અને તેના પરના તમામ બૌદ્ધિક મિલકત હક્કો સહિત, સંપૂર્ણ હક્કોની માલકી ધરાવશે. સ્પષ્ટ કરવા માટે, કુરાટિઓને અનામી ડેટા સિવાયના યુઝર ડેટા સંમતિ વિના જાહેર કરવાની છૂટ નથી. 

તમારા કોપીરાઇટ્સ અને અન્ય બૌદ્ધિક મિલકત હક્કોનું રક્ષણ 

અમે અન્ય લોકોની બૌદ્ધિક મિલકતનું સન્માન કરીએ છીએ, અને તે જરૂરી કરીએ છીએ કે અમારા વપરાશકર્તાઓ પણ તેમ કરે. તમે તેવી કોઈ પણ સામગ્રી અપલોડ, નિહિત, પોસ્ટ, ઈમેઈલ, પ્રસારણ અથવા અન્યથા ઉપલબ્ધ નહીં કરો જે કોઈ પણ વ્યક્તિ અથવા અસ્તિત્વના કોઈ પણ કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, ટ્રેડ રહસ્ય અથવા અન્ય માલિકી હકકોનું ઉલ્લંઘન કરે. આ પ્રતિબંધનો ભંગ કરે તેવા વપરાશકર્તાઓ માટે સેવાઓમાં પ્રવેશ, યોગ્ય સંજોગોમાં, બંધ કરવાની અમારી નીતિ છે. 

સેવાઓની સેવાઓ અને તમામ સામગ્રી, લોગો, ગ્રાફિક્સ, છબીઓ, સૉફ્ટવેર, આઇકોન્સ અને અન્ય તત્વો સહિત (પરંતુ વપરાશકરતની સામગ્રી સિવાય), કુરાટિઓની, અને લાગુ પડતું હોય ત્યાં સપ્લાયર્સ અને ભાગીદારોની આગવી માલીકીની છે, અને તે કેનેડા અને અન્ય દેશોના કોપીરાઇટ કાયદાઓ હેઠળ સુરક્ષિત છે. મુખ્ય ટેકનૉલોજિ મંચ અને તમામ સંબંધિત સૉફ્ટવેર કોડ કુરાટિઓની અબાધિત મિલકત રહે છે. અહી સ્પષ્ટ રીતે આપવામાં આવેલ ન હોય તેવા તમામ હક્કો અનામત રાખવામા આવે છે. અમારા હકકોનું કોઈ પણ ઉલ્લંઘન યોગ્ય કાનૂની પગલામાં પરિણમશે. 

જો તમે માનતા હો કે તમારી ક્રુતિની નકલ થઈ છે અથવા સેવાઓ પર અથવા તેની મારફત એ રીતે પોસ્ટ કરવામાં આવી છે કે જે કોપીરાઇટ ઉલ્લંઘન બને, તો તમે આવી સામગ્રીઓને (અથવા તેમાં પ્રવેશને) સેવાઓ પરથી દૂર કરવા વિનંતી કરી શકો છો. વધુ માહિતી માટે કૃપા કરીને અમારો info@Curatio.me પર સંપર્ક કરો. 

જોડેલ/જોડાયેલ સ્થાનો (સાઇટ્સ) અને સેવાઓ 

સેવાઓ સાથે અને તેમાંથી જોડાયેલ વેબસાઈટસ દ્વારા અપનાવવામાં આવતી રીતે અથવા તેઓની માહિતી અથવા સામગ્રી માટે કુરાટિઓ જવાબદાર નથી. આ હાઇપરલિંક્સ તે વેબસાઈટસ અને મોબાઈલ એપ્સ પરની કોઈ પણ પ્રકારની સામગ્રી અથવા તેઓની આધારભૂતતા અથવા તે વેબસાઈટસ અને મોબાઈલ એપ્સ માટે જવાબદાર લોકો, સંસ્થાઓ અને/અથવા વ્યવસાયોની પ્રવૃત્તિઓના સમર્થન અથવા મંજૂરી સૂચિત કરતી હોય તે તરીકે ગણાતી નથી અથવા ગણવી જોઈએ નહીં. 

જ્યારે તમે સેવાઓ પરથી અન્ય વેબસાઇટ પર જવા માટે લિન્કનો ઉપયોગ કરો, ત્યારે તમારું બ્રાઉઝિંગ અને વ્યવહાર વેબસાઇટના પોતાના નિયમો અને નીતિઓને આધીન છે, નહીં કે કુરાટિઓના. સુનિશ્ચિત કરો કે તમે આગળ વધતાં પહેલા તેમના નિયમો અને નીતિઓ વાંચો. 

વાહક (કેરિયર) ફી 

કુરાટિઓ નિયમિત મેસેજિંગ, ડેટા અને અન્ય ફી જે તમને સેવાઓમાં પ્રવેશ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો મારફત તમને ઉપલબ્ધ છે તેવા ફીચર્સ અને સેવાઓમાં સહભાગી થવા માટે કેરિયર દ્વારા તમારી પાસેથી વસૂલવામાં આવતી ફી પર નિયંત્રણ ધરાવતું નથી. કૃપા કરીને તેઓની ફી અને સેવાઓ અંગે સીધા તમારા કેરિયરનો સંપર્ક કરો. 

અન્ય વપરાશકર્તાઓ અને ત્રીજા પક્ષકારો સાથે સંવાદ/ વહેવાર 

કુરાટિઓ, કોઈ પણ વપરાશકર્તાઓ સહિત, સેવાઓ મારફત ત્રીજા પક્ષકારો જેઓની સાથે તમે પત્રવ્યવહાર કરો છો અથવા સંવાદ સાધો છો તે માટે કુરાટિઓ જવાબદાર નથી. તમે સંમત થાઓ છો કે કુરાટિઓ તમારા અને અન્ય પક્ષકારો વચ્ચેના કોઈ પણ પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયાના પરિણામે અથવા તેને સંબંધિત થતાં કોઈ પણ પ્રકારના નુકસાન અથવા હાનિ માટે કોઈ પણ રીતે જવાબદારી અથવા જવાબદાર નહીં રહે. કુરાટિઓ સેવાઓમાંથી ઉદભવતી અથવા જે તેને સંબંધિત હોય તેવી તમારા અને અન્ય પક્ષકાર વચ્ચેની કોઈ પણ તકરારમાં સામેલ થવાનો હક્ક અનામત રાખે છે, પરંતુ તેની તેવી કોઈ જવાબદારી નથી. કુરાટિઓ સેવાઓના કોઈ પણ વપરાશકર્તાના, ઓનલાઈન અથવા ઓફલાઇન, વર્તન માટે જવાબદાર નથી. 

સમાપ્તિ/અંત 

જ્યાં સુધી તમે સેવાઓનો ઉપયોગ કરો, ત્યાં સુધી આ શરતો અમલમાં રહેશે. તમે કોઈ પણ સમયે તમારા ઉપકરણમાંથી સેવાઓને અનઇન્સ્ટલ કરીને અથવા તમારું ખાતું કાઢી નાખીને સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો. 

જો તમારું લવાજમ (અમારા અથવા પ્રદાતા મારફત) પૂર્ણ થતું હશે અથવા જો કુરાટિઓ આ શરતોના ઉલ્લંઘન માટે સેવાઓનો ઉપયોગ કરવાનો તમારો હક્ક સમાપ્ત કરે તો તમારા ખાતાનો અંત આવશે. 

અંત અથવા સમાપ્તિ થયે, કુરાટિઓ, પોતાની સંપૂર્ણ મુનસફીએ, તમારા દ્વારા રજૂ કરવામાં આવેલ અથવા મોકલવામાં આવેલ કોઈ પણ સામગ્રી (ખાનગી સંદેશાઓ, ટિપ્પણીઓ અને તત્કાળ સંદેશાઓ સહિત) પોસ્ટ કરવાનું રદ કરવા અથવા ઇનકાર કરવાનો હક્ક અનામત રાખે છે. વધુમાં, અંત અથવા સમાપ્તિ થયે, કુરાટિઓ, અમારી સંપૂર્ણ મુનસફી, તમારી પ્રોફાઇલ દૂર કરવા અને/અથવા સેવાઓના તમામ અથવા કોઈ પણ ભાગમાં તમારા પ્રવેશને નકારવા, નિયંત્રિત, વિલંબિત, અથવા સમાપ્ત કરી શકવાનો હક્ક, અનામત રાખે છે. અમે કોઈ પણ અનામી ડેટા પરના હક્કો રાખીશું. 

સેવાઓ સંબંધિત સંદેશાઓ અથવા પ્રોત્સાહક ઈમેલ્સ મેળવવા જો તમે અગાઉ સંમત થયા હો, તો કુરાટિઓ તે મોકલવા માટે તમારું ઈમેઈલ રાખી શકે છે, પરંતુ તમે કોઈ પણ સમયે તે ઈમેઈલ સંદેશાઓમાં અનસબ્સ્ક્રાઈબનો ઉપયોગ કરીને સંદેશાઓથી બાકાત થઈ શકો છો. 

જો તમારે તમારા ખાતાનો અંત લાવવામાં સહાયની જરૂર હોય તો કૃપા કરીને અમારો support@curatio.me પર સંપર્ક કરો. 

કોઈ વચન (વોરંટી) નહીં 

કાયદા દ્વારા મહત્તમ હદ સુધી છૂટ હોય તે રીતે, કુરાટિઓ સેવાઓ અને/અથવા પૂરા પાડવામાં આવેલ કોઈ પણ સામગ્રી, ઉત્પાદો અથવા લક્ષણો, કામગીરી, વેચાણ-ક્ષમતા, અથવા કોઈ વિશેષ હેતુ માટે સુસંગતતા, જે તમામ “જેમ છે” અને “જેમ ઉપલબ્ધ” છે તે આધાર પર પૂરા પાડવામાં આવે છે તે અંગે કોઈ પણ પ્રકારની, સ્પષ્ટ અથવા નિહિત, રજૂઆતો, વચનો, શરતો અથવા બાયંધરીઓ આપતું નથી, તમે તેઓની ગુણવત્તા અને કામગીરી અંગે સંપૂર્ણ જોખમ ઉઠાવો છો. કુરાટિઓ વિલંબિત, ખોવાયેલ, અપૂર્ણ, અવાચ્ય, ગેરવલ્લે ગયેલ અથવા ચોરાયેલ સંદેશાઓ અથવા મેઈલ, અનુપલબ્ધ નેટવર્ક જોડાણો, નિષ્ફળ, અપૂર્ણ, ગૂંચવાડાભરેલ અથવા વિલંબિત કોમ્પ્યુટર પ્રસારણો, ઓનલાઈન નિષ્ફળતાઓ, હાર્ડવેર, સૉફ્ટવેર અથવા અન્ય ટેકનિકલ ખોટકાઓ અથવા વિક્ષેપો અથવા અન્ય સંચાર નિષ્ફળતાઓ અથવા સંચારોને પ્રભાવિત કરતાં, વિક્ષેપ કરતાં અથવા વિકૃત કરતાં સંજોગો માટે જવાબદાર નથી. કુરાટિઓ સેવાઓ પર તમારા પ્રવેશ, ઉપયોગ, અથવા બ્રાઉઝિંગ કરવાના કારણે અથવા સેવાઓમાંથી કોઈ પણ સામગ્રી તમારા દ્વારા ડાઉનલોડ કરવાથી તમારા કોમ્પ્યુટર ઉપકરણો અથવા અન્ય મિલકતને અસર કરતાં કોઈ પણ નુકસાન અથવા વાઇરસ માટે કોઈ જવાબદારી લેતી નથી, અને જવાબદાર રહેશે નહીં. 

જવાબદારીની મર્યાદા 

કોઈ પણ પ્રસંગે કુરાટિઓ, તેના પરવાનાધારકો, તેના સપ્લાયરો, અથવા સેવાઓમા દર્શાવેલ કોઈ પણ ત્રીજા પક્ષકારો, સેવાઓના અથવા સામગ્રીના ઉપયોગ અથવા ઉપયોગ કરવાની અશક્તિના પરિણામે ઉદભવતા કોઈ પણ નુકસાન (ખોવાયેલ ડેટા અથવા વ્યવસાય વિક્ષેપમાંથી પરિણામતા, આનુષંગીક અને પરિણમિત નુકસાન, અંગત ઇજા/અપમૃત્યુ, ખોવાયેલ નફા, અથવા નુકસાન, કોઈ પણ મર્યાદા વિના, માટે જવાબદાર નહીં રહે, ભલે તે વચન (વોરંટી), કરાર, ટોર્ટ, અથવા અન્ય કોઈ પણ કાનૂની વિભાવના પર આધારિત હોય કે નહીં, અને કુરાટિઓ, તેના પરવાનાધારકો, તેના સપ્લાયરો, અથવા સેવાઓમા દર્શાવેલ કોઈ પણ ત્રીજા પક્ષકારોને આવા નુકસાનની સંભાવના અંગે જાણ કરેલ હોય, 

સેવાઓ સાથેની કોઈ પણ સમસ્યાઓ અથવા અસંતોષ બાબતે તમારો એકમાત્ર હક્ક અથવા ઈલાજ છે સેવાઓ અનઇન્સ્ટૉલ કરવાનો અને ઉપયોગ બંધ કરવાનો. 

રક્ષણ 

તમે, આ શરતોના ઉલ્લંઘનમાંથી, અથવા તમારી વર્તણૂક સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિ (નિષ્કાળજી અથવા ખોટા વર્તન સહિત), અથવા તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલ કોઈ પણ સામગ્રી અથવા વિષયવસ્તુમાંથી પરિણમતા તમામ ખોટ, ખર્ચાઓ, નુકસાની અને કિમતો, વાજબી કાનૂની ફી સહીત, સામે કુરાટિઓ અને તેના સહયોગીઓ, અને તેઓના જે તે અધિકારો, ડિરેક્ટરો, કર્મચારીઓ, એજન્ટ્સ, પરવાનાધારકો અને સાપલાયર્સને રક્ષિત, બચેલ, અને હાનિરહિત રાખવા સંમત થાઓ છો. 

લાગુ કાયદાઓ 

આ શરતો અને સેવાઓનો તમારો ઉપયોગ સમગ્ર રીતે પ્રોવીન્સ ઓફ બ્રિટિશ કોલમ્બિયાના કાયદાઓ અને તેની અંદર લાગુ કૅનેડાના ફેડરલ કાયદા દ્વારા, કાયદાની જોગવાઈઓના વિરોધાભાસને ધ્યાનમાં લીધા સિવાય, અનુશાસીત થશે. તમે અન્યથા આ શરતો અથવા સેવાઓ સંબંધિત અથવા તેમાંથી ઉદભવતા કોઈ પણ દાવા, કાર્યવાહી અથવા પગલાં બાબતે પ્રોવીન્સ ઓફ બ્રિટિશ કોલમ્બિયાની અદલતોની સંપૂર્ણ હકૂમતને પરત ખેંચી ન શકાય તે રીતે શરણે થાવ છો, તે હમેશા એ શરતે કે કુરાટિઓ કોઈ પણ હકૂમતમાં મનાઈ હુકમની રાહત માંગી શકે છે. 

સામાન્ય 

આ શરતોની કોઈ પણ જોગવાઇઓના પરત ખેંચવાને અન્ય કોઈ જોગવાઈના આમાની તમામ શરતોના મક્કમ પાલનની જરૂરિયાતના કુરાટિઓના હક્કના પાછા ખેંચવા તરીકે ગણવાનું નથી. શરતો રદ થવાને પાત્ર છે. આ શરતોમાંની કોઈ પણ જોગવાઈ અમલપાત્ર નથી અથવા અમાન્ય છે તેવું નિર્ધારિત થાય તેવા પ્રસંગે, આવી જોગવાઈને તેમ છતા કાયદા દ્વારા છૂટ હોય તેટલી મહત્તમ મર્યાદા સુધી લાદવામાં આવશે અને આવું નિર્ધારણ કોઈ પણ અન્ય બાકીની જોગવાઇઓની માનીતા અથવા અમલપાત્રતને પ્રભાવિત નહીં કરે. આ શરતો કુરાટિઓના અનુગામીઓ, નિયુક્તિઓ અને પરવાનાધારકોને લાભ સુનિશ્ચિત કરશે.
 

શરતોમાં ફેરફારો 

કુરાટિઓ તમને નોટિસ આપીને અથવા આપ્યા વિના શરતોમાં નાના, નજીવા ફેરફારો કરી શકે છે, તેથી કૃપા કરીને પરત ફરો અને આ પાનાની નિયમિતપણે મુલાકાત લો. જે ફેરફારોને કુરાટિઓ મહત્ત્વના સમજે તે સેવાઓ મારફત, પર અમારી કોર્પોરેટ વેબસાઇટ curatio.me પર, અથવા વપરાશકર્તાઓને ઈમેઈલ મારફત જણાવવામાં આવશે. 

અમારો સંપર્ક 

અમે હમેશા વપરાશકર્તાઓ પાસેથી સાંભળવા ઉત્સુક રહીએ છીએ! જ્યારે તમે અમને સેવાઓ અથવા અમારા વેપાર વિષે પ્રતિભાવ અથવા સલાહ આપો છો, તે અમને સુધરવામાં મદદરૂપ થાય છે. તમે સંમત થાઓ છો કે તમે તમારી સલાહ અથવા પ્રતિભાવ નિશુલ્ક ધોરણે આપો છો અને કોઈ પણ રીતે અમારે દ્વારા તેનો ઉપયોગ કરવા માટે. જો તમે કોઈ પણ વેપાર માહિતી, વિચારો, વિભાવનાઓ અથવા શોધો ખાનગી અથવા માલીકીની રાખવા માંગતા હો, તો કૃપા કરીને તેઓને જાહેર વિસ્તારો અથવા કુરાટિઓને ઈમેઈલ દ્વારા ન રજૂ કરશો કેમ કે ઈમેઈલ ગોપનીત અથવા ખાનગી માહિતી પ્રસારિત કરવા માટે સુરક્ષિત અથવા રક્ષિત પદ્ધતિ નથી. 

કરાર 

ખાનું (બોક્સ) જે ઉપયોગની શરતોની સ્વીકૃતિ નિર્દિષ્ટ કરે છે તેને ચકાસીને, તમે સ્વીકારો છો કે તમે ઉપયોગની આ શરતો વાંચી અને સમજી છે અને આ શરતો અંગે સંમત થાઓ છો. 

અમે તમને અમારી સાથે ધરાવવા બાબતે રોમાંચિત છીએ અને આશા રાખી છીએ કે તમને અમારી સેવાઓ ઉપયોગ કરવામાં સરળ લાગશે! જો તમને અમે શું કરીએ છીએ અને કઈ રીતે કરીએ છીએ તે વિષે કોઈ પ્રશ્નો અથવા ટિપ્પણીઓ હોય તો, કૃપા કરીને અમને info@curatio.me પર જણાવો.