કુરાટિઓ એસસીડી કંપેનિયન મોબાઈલ એપ
ઓગષ્ટ 31, 2020
એસસીડી કંપેનિયન પર આપનું સ્વાગત છે! આ મોબાઈલ એપ કુરાટિઓ નેટવર્કસ દ્વારાસિકલ સેલ રોગ સાથે જીવી રહેલ લોકો તરફથી મળેલ માહિતી (ઈનપુટ) અને જાણકારીનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં અને રચવામાં આવી છે. આ એપનું એક મહત્ત્વનું લક્ષણ તમારી ગોપનીયતા જે રીતે જાળવવામાં આવી છે તે છે. આ સૂચના જ્યારે તમે એસસીડી કંપેનિયનનો ઉપયોગ કરો છો ત્યારે તમારા અંગત ડેટાનું શું થાય છે તે સમજાવે છે. જો તમને કોઈ પ્રશ્નો અથવા ફરિયાદો હોય તો, કૃપા કરીને privacy@curatio.me પર કુરાટિઓના પ્રાઈવસી ઓફિસર (ગોપનીયતા અધિકારી) નો સંપર્ક કરવામાં સંકોચ ન અનુભવશો.
ડેટા વિશ્વસ્તરે (સાચવનાર - ફિડ્યુશિયરી) કોણ છે?↓
કુરાટિઓ નેટવર્કસ ઇન્ક., એક કેનેડીયન કંપની curatio.me
એસસીડી દ્વારા એકત્રિત કરવામાં આવેલ અંગત ડેટા ↓
ખાતા (એકાઉન્ટ) ડેટા, ડેમોગ્રાફિક (વસ્તી-વિષયક) ડેટા, શારીરિક અને માનસિક આરોગ્ય ડેટા, અન્ય વૈકલ્પિક ડેટા
તમારા અંગત ડેટા સાથે એસસીડી કંપેનિયન શું કરે છે?↓
તમારી સંમતિ સાથે, કુરાટિઓ તમારા ડેટાનો નીચેના માટે ઉપયોગ કરે છે:
- તમારું ખાતું ખોલવા અને તમને એસસીડી કંપેનિયન પર સ્થિત (સેટ) કરવા માટે
- એસસીડી સમુદાયની જરૂરિયાતો સમજવા માટેવપરાશકર્તાઓ વિષે અને એસસીડી કંપેનિયનમાં તેઓ શું કરે છે તે વિષે અનામી ડેટા તૈયાર કરવા માટે. અમે ક્યારેક આ અનામી ડેટા અમારા ભાગીદારો સાથે વહેંચીએ અથવા વેચીએ છીએ.
તમારો અંગત ડેટા કોણ જોઈ શકે છે?↓
- અન્ય એસસીડી કંપનિયન વપરાશકર્તાઓ, જ્યારે તમે તમારો અંગત ડેટા તેમને દર્શાવવાનું નક્કી કરો
- Cકુરાટિઓ સમુદાય વ્યવસ્થાપકો (કમ્યુનિટી મેનેજર્સ)
- Cકુરાટિઓ ટેકનિકલ સ્ટાફ જેઓ એપની જાળવણી કરે છે
- કુરાટિઓ સેવા પ્રદાતાઓ જેઓ એપને સહાય (સપોર્ટ) કરે છે
પ્રતિકૂળ બનાવો ↓
એપના સમુદાય વ્યવસ્થાપકો સંભવિત પ્રતિકૂળ બનાવો માટે દેખરેખ રાખશે અને તેના પર અહેવાલ આપશે.
તમારો અંગત ડેટા ક્યાં સુધી રાખવામા આવે છે?↓
તમે એસસીડી કંપેનિયનનો ઉપયોગ કરો ત્યાં સુધી અથવા તમે કુરાટિઓને તમારો અંગત ડેટા કાઢી નાખવા કહો, અથવા તમે એપનો 5 વર્ષ માટે ઉપયોગ ન કરો ત્યાં સુધી.
તમારો અંગત ડેટા કઈ રીતે સુરક્ષિત રાખવામા આવે છે?↓
કુરાટિઓ ભારતના ગોપનીયતા કાયદાઓ અને નિયમનોનું પાલન કરે છે. કુરાટિઓ એપમાં તમને સહાય પૂરી પાડતી વખતે માત્ર નિશ્ચિત કર્મચારીઓને તમારો અંગત ડેટા જોવાની છૂટ આપે છે, તમારો અંગત ડેટા સુરક્ષિત રીતે તબદીલ કરે છે, અને એસસીડી કંપેનિયન આપવામાં મદદરૂપ થતી કંપનીઓ પાસેથી તમારા અંગત ડેટાનું રક્ષણ રાખવાનું વચન લે છે.
તમારા અંગત ડેટા અંગે તમારા હક્કો ↓
તમે તમારો અંગત ડેટા જોવા, સંપાદિત કરવા, અને તેની નકલ માંગવાનો હક્ક ધરાવો છો. તમે કુરાટિઓને તમારા અંગત દેતમાં સુધારો કરવા અને કુરાટિઓ દ્વારા તમારા અંગત ડેટાનો ઉપયોગ ચાલુ રાખવા માટેની સંમતિ પાછી ખેંચી શકો છો.
તમારા અંગત ડેટા આધારિત નિર્ણયો લેવામાં કોમ્પ્યુટર્સનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે?↓
કુરાટિઓના કોમ્પ્યુટર્સ અંગત ડેટા જોવા માટે નિર્ધારિત નિયમોનો ઉપયોગ કરે છે અને એસસીડી કંપેયન્નના વપરાશકર્તાને મિત્રો સૂચવે છે.
એસસીડી કંપેનિયન અને બાળકો ↓
રચનાગત રીતે, એસસીડી કંપેનિયન અઢાર (18) વર્ષથી નીચેની ઉમરના વપરાશકર્તાઓ પાસેથી અંગત ડેટા એકત્રિત કરતું નથી.
તમારા પોતાના દેશ સિવાય દેશોમાં તમારો અંગત ડેટા કરી રીતે અને ક્યારે ખસેડવામાં આવે છે?↓
તમારો અંગત ડેટા ભારતમાં સંગ્રહિત કરવામાં આવશે. મારા સમુદાય વ્યવસ્થાપક (કૉમ્યુનિટી મેનેજર) ભારતમાં સ્થિત હશે. કુરાટિઓ કર્મચારીઓ જેઓ તમારો અંગત ડેટા જોઈ શકે છે તેઓ કૅનેડામાં છે.
એસસીડી કંપેનિયન અને તમારા અંગત ડેટા વિષે ફરિયાદ કરવા તમે ક્યાં જઈ શકો છો?↓
1. એસસીડી કંપેનિયન માટે ડેટા વિશ્વશ્ત (સાચવનાર – ફિડ્યુશિયરી) કોણ છે?
કયો અંગત ડેટા એકત્રિત કરવો અને એસસીડી કંપેનિયન કઈ રીતે કાર્ય કરશે તેનો નિર્ણય કુરાટિઓ નેટવર્કસ ઇન્ક. કરે છે.
કુરાટિઓ એસસીડી કંપેનિયન તૈયાર કરે છે અને પૂરા પાડે છે અંદ વપરાશકર્તાઓને સહાય પૂરી પાડે છે. કુરાટિઓ વપરાશકર્તાઓની સ્પષ્ટ સંમતિ વિના એસસીડી કંપેનિયનમાથી અંગત ડેટા ત્રીજા પક્ષકારો સાથે વહેંચતી નથી.
કુરાટિઓ નેટવર્કસ ઇન્ક.
1200 – 555 વેસ્ટ હેસ્ટિંગ્સ સ્ટ્રીટ
વૅનકૂવર, બી.સી.
વી6બી 1એમ1
આંતરરાષ્ટ્રીય +1 778 985 7907
કુરાટિઓ પ્રાઈવસી ઓફિસર
ટોલ ફ્રી 1-855-888-2031
આંતરરાષ્ટ્રીય +1 778 985 7907
2. એસસીડી કંપેનિયન કયા પ્રકારનો અંગત ડેટા એકત્રિત કરે છે?
જરૂરી:
એકાઉન્ટ ડેટા - વપરાશકર્તાનું નામ, ઇ-મેઈલ એડ્રેસ
મૂળભૂત ડેટા – જાતિ (લિંગ), ઉમર, શ્રેણી, સ્થળ (દેશ, રાજ્ય/પ્રદેશ)
આરોગ્ય ડેટા – એસસીડી નિદાન
વૈકલ્પિક:
પીડા કટોકટી માહિતી
જીપીએસ સ્થળ
વપરાશકર્તા કથા
રુચિઓ
અન્ય સ્થિતિઓ
ઊંચાઈ, વજન
ઔષધોપચારો
દવાખાના મુલાકાતો - તારીખ, દવાખાનાનું સ્થળ
એલર્જીસ (અતિસંવેદનશીલ પ્રતિક્રિયાઓ)
વીમા માહિતી – પ્રદાતા, પોલિસી નંબર
વપરાશકર્તા પ્રવૃત્તિ – પોસ્ટસ, ટિપ્પણીઓ, લાઈક્સ, સુખાકારીની સ્થિતિ-શોધ (ટ્રેકિંગ), સર્વેક્ષણ સહભાગિતા, એપના ઉપયોગથી વર્તણૂક વિષયક પ્રવૃત્તિ
3. અંગત ડેટા સાથે અમે શું કરીએ છીએ?
કુરાટિઓ તમારા અંગત ડેટાનો ઉપયોગ તમે તમારી સંમતિ આપો (તે બરાબર છે તેવું કહો) અને એસસીડી કંપેનિયન માટે સાઇન અપ કરો ત્યારે કરે છે.
કુરાટિઓ તમારા અંગત ડેટાનો ઉપયોગ નીચેના માટે કરે છે:
તમારું એસસીડી કંપેનિયન ખાતું ખોલવા માટે;
અન્ય વપરાશકર્તાઓ સાથે તમને મેળવવા (મેચ કરવા) માટે;
અન્ય વપરાશકર્તાઓ સાથે સંવાદ સાધવાની તમને છૂટ આપવા માટે;
સમય સમય તમારી પીડા કટોકટી, લાગણીઓ અને નિદ્રા પર નજર રાખવાની તમને છૂટ આપવા માટે;
તમારા ડોક્ટર્સ, દવાખાના મુલાકાતો, વીમા, અને દવા પર ધ્યાન રાખવામા મદદરૂપ થવા માટે;
વપરાશકર્તાઓ વિષે અને એસસીડી કંપેનિયનમાં વપરાશકર્તાઓ શું કરે છે તે વિષે અનામી ડેટા તૈયાર કરવા માટે;
એસસીડી કંપેનિયન વિષે અદ્યતન ખબર અને માહિતી સાથે તમારો સંપર્ક કરવા;
તમે એસસીડી કંપેનિયનનો ઉપયોગ કઈ રીતે કરો છો તે સમજવા માટે જેથી અમે તેમાં સુધારો કરી શકીએ;
તમને જ્યારે જરૂર હોય ત્યારે મદદરૂપ થવા માટે; અને
તમને કોઈ પ્રશ્નો હોય અથવા તમને એસસીડી કંપેનિયન વિષે શું ગમે છે અને શું નથી ગમતું તે અમને કહેવા માંગતા હોય ત્યારે જવાબ આપવા માટે.
તમે અંગત ડેટા દાખલ કરો તેના પરથી કુરાટિઓ તમે કોણ છે તે જાણે છે.
કુરાટિઓ તમારા વિષે અને તમે એસસીડી કંપેનિયન પર શું કરો છો તેની માહિતીનો ઉપયોગ ડેટા તૈયાર કરવા માટે કરે છે જે તમારી ઓળખ ન આપે અથવા તમારા અંગત ડેટા સાથે તમને ન જોડે. આ અનામી ડેટાનો ઉપયોગ એસસીડી કમુદાયની જરૂરિયાતોને સમજવા માટે કરવામાં આવે છે. અમે ક્યારેક આ અનામી ડેટા, નોવાર્ટિસ ફાર્માસ્યુટિકલ્સ સહિત ત્રીજા પક્ષકારો તરીકે ઉલ્લેખવામાં આવતા અમારા ભાગીદારોને વહેંચીએ અથવા વેચીએ છીએ. નોવાર્ટિસ તમારા અંગત ડેટા જોતી નથી અને તેથી તમે કોણ છો તે જાણતી નથી.
કુરાટિઓ તમારો અંગત ડેટા વેચતા, ભાડે આપતા, અથવા વહેંચતી નથી.
4. તમારો અંગત ડેટા કોણ જોઈ શકે છે?
માત્ર નિશ્ચિત ટેકનિકલ કુરાટિઓ કર્મચારીઓ તમારો અંગત ડેટા જોઈ શકશે. તેઓ તેને માત્ર તો જ જુએ છે જો તેઓને તમને સહાય કરવા માટે તેની જરૂર હોય અથવા એસસીડી કંપેનિયન પર તેઓના કામ માટે તે જોવા તેમના માટે જરૂરી હોય.
કુરાટિઓ એસસીડી કંપેનિયન તમારા સુધી પહોંચાડવા માટે અન્ય કંપનીઓની મદદ લે છે. આ અન્ય કંપનીઓ તમારો અંગત ડેટા જોઈ શકે છે. તેઓને તમારા અંગત ડેટાનો ઉપયોગ માત્ર તમને એસસીડી કંપેનિયન પહોંચાડવા માટે કરવાની છૂટ છે.
અન્ય વપરાશકર્તા કયો અંગત ડેટા જોઈ શકે તેનો નિર્ણય તમે કરો છો. તમે એપ પરના “સેટિંગ્સ” ટેબ પર જઈ શકો છો અને તમારી મૂળભૂત માહિતી, મૂળભૂત આરોગ્ય માહિતી, કથા અને રુચિઓ અન્ય વપરાશકર્તાઓને દર્શાવવાનું પસંદ કરી શકો છો.
જ્યારે તમે એસસીડી કંપેનિયન પર કશુંક પોસ્ટ કરો, ત્યારે તમે તે સમગ્ર સમુદાય, તમારા નજીકના લોકસમૂહમાં, માત્ર એક કે બે મિત્રો સાથે વહેંચવાનું પસંદ કરી શકો, અથવા તેને ખાનગી રાખવાનું પસંદ કરી શકો છો.
અન્ય વપરાશકર્તા તમારા આરોગ્ય પાસપોર્ટમાં રહેલ તમારો અંગત ડેટા જોઈ નહીં શકે.
જ્યારે તમે તમારું ખાતું શરૂ (સેટ) કરો છો ત્યારે કુરાટિઓ તમારા નજીકના લોકસમૂહમાં એક કુરાટિઓ કમ્યુનિટી મેનેજર (સમુદાય સંચાલક) ઉમેરે છે. તમારા કમ્યુનિટી મેનેજર તમને સહાય પૂરી પાડવા માટે છે. તેણી અથવા તે નજીકના સમગ્ર લોકોને ખાનગી સંદેશાઓ મોકલી શકે છે અને એસસીડી સમુદાય માટે સારી ન હોય તેવી પોસ્ટસ દૂર કરી શકે છે.
કુરાટિઓ એસસીડી પૂરા પાડવામાં મદદરૂપ થવા માટે આ કંપનીઓનો ઉપયોગ કરે છે:
ભારતમાં એમેઝોન વેબ સર્વિસિસ
યુનાઈટેડ સ્ટેટ્સમાં એપ્ટિબલ – કુરાટિઓ સુરક્ષિત રાખવા માટે તમારો અંગત ડેટા આ કંપનીને મોકલતા પહેલા કોડ (સાંકેતિક ભાષામાં – “તેને એન્ક્રિપ્ટ કરે છે”) માં મૂકે છે. આ કંપની તમે કોણ છો તે નહીં કહી શકે.
યુનાઈટેડ સ્ટેટ્સમાં એપલ પુશ નોટિફિકેશન્સ – આ કંપની તમારા સંદેશાઓ અન્ય વપરાશકર્તાઓને મોકલે છે અને જો તમે આઈ-ફોન અથવા આઈ-પેડનો ઉપયોગ કરતાં હો તો એસસીડી કંપેનિયન સંદેશાઓ તમને મોકલે છે. આ કંપની સંદેશાઓ રાખી મૂકતી નથી.
યુનાઈટેડ સ્ટેટ્સમાં ફાયરબેઝ ક્લાઉડ મેસેજિંગ – આ કંપની તમારા સંદેશાઓ અન્ય વપરાશકર્તાઓને મોકલે છે અને જો તમે એન્ડ્રોઈડ ઉપકરણ અથવા વેબ એપ્લીકેશનનો ઉપયોગ કરતાં હો તો એસસીડી કંપેનિયન સંદેશાઓ તમને મોકલે છે. આ કંપની સંદેશાઓ રાખી મૂકતી નથી.
યુનાઈટેડ સ્ટેટ્સમાં ગૂગલ એનેલીટીક્સ – આ કંપની તમે એસસીડી કંપેનિયનનો ઉપયોગ કઈ રીતે કરો છો તેના વિષે કુરાટિઓ માટે માહિતી એકત્રિત કરે છે. આ કંપની તમે એસસીડી કંપેનિયન પર શું કરો છો તેના પરથી તમે કોણ છો તે નહીં કહી શકે.
5. પ્રતિકૂળ બનાવો
કાયદો કહે છે કે તેમની દવાનો ઉપયોગ કરતી કોઈ પણ વ્યક્તિને થાય તેવા કોઈ પણ આશ્ચર્યજનક આરોગ્ય બનાવો (આને “પ્રતિકૂળ બનાવો” કહેવામા આવે છે) અંગે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ જાણ કરવી જરૂરી છે. તમારા કમ્યુનિટી મેનેજર એસસીડી કંપેનિયનમાં શું થાય છે તેના પર દેખરેખ રાખશે અને પ્રતિકૂળ બનાવોની જાણ નોવાર્ટિસને કરશે. કમ્યુનિટી મેનેજર પ્રતિકૂળ બનાવ ધરાવનાર વપરાશકર્તાની અંગત માહિતી નોવાર્ટિસને આપતા નથી. તેના બદલે, કમ્યુનિટી મેનેજર એપમાં વપરાશકર્તાનો સંપર્ક કરશે અને નોવાર્ટિસ દર્દી સુરક્ષા કચેરી માટેનો ઇ-મેઈલ અને સરનામું આપશે. વપરાશકર્તા પછી નોવાર્ટિસનો સંપર્ક કરવા અથવા વધુ માહિતી પૂરી ન પાડવાનું પસંદ કરી શકે છે.
6. અમે તમારો અંગત ડેટા કેટલા સમય સુધી રાખીએ છીએ?
કુરાટિઓ તમે એસસીડી કંપેનિયનનો ઉપયોગ કરી રહ્યા હો ત્યારે તમારો અંગત ડેટા રાખશે. જો તમે એસસીડી કંપેનિયનનો 5 વર્ષ માટે ઉપયોગ ન કારસો, તો કુરાટિઓ તમારું ખાતું અને અંગત ડેટા એસસીડી પરથી દૂર કરશે.
તમે તમારું ખાતું રદ કરવા અને એસસીડીમાથી તમારો અંગત ડેટા દૂર કરવા કુરાટિઓને કહેવા માટે સેટિંગ્સમાં પણ જય શકો છો. કુરાટિઓ તમારો અંગત ડેટા સક્રિય ડેટાબેઝમાથી ભૂંસીને તમારો અંગત ડેટા દૂર કરે છે. કુરાટિઓને આમ કરવા માટે 60 દિવસ જેટલો સમય લાગે છે.
કુરાટિઓ સુરક્ષિત રાખવા માટે એસસીડી કંપેનિયનની નિયમિતપણે નકલો કરે છે. કુરાટિઓ આ નકલોને પાંચ વર્ષ માટે સુરક્ષિત જગ્યાએ રાખે છે. કુરાટિઓને નકલોમાથી અંગત ડેટા દૂર કરવા માટે એસસીડી કંપેનિયનમાથી તમારો અંગત ડેટા દૂર કરવામાં આવે તે સમયથી પાંચ વર્ષ જેટલો સમય લાગે છે.
7. તમારા અંગત ડેટાનું રક્ષણ અમે કઈ રીતે કરીએ છીએ?
કુરાટિઓ જ્યાં સ્થિત છે ત્યાં કૅનેડામાં પ્રાઈવસી લો ઇન કૅનેડા અને ભારતમાં ગોપનીયતા અને માહિતી ટેકનૉલોજિ કાયદાઓ (પ્રાઈવસી એન્ડ ઈન્ફર્મેશન ટેકનૉલોજિ લોઝ) નું અનુસરણ કરે છે. અમે તમારા અંગત ડેટાનું રક્ષણ કરવા માટે પારિભાષીક અને સંસ્થાકીય પ્રણાલીઓનો ઉપયોગ કરીએ છીએ.
કુરાટિઓ:
એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં અને સંગ્રહ કરતી વખતે તમારા અંગત ડેટાને કોડમાં મૂકે છે (“તેને એન્ક્રિપ્ટ કરે છે”).
જો તમારો અંગત ડેટા રાખવાની જરૂર ન હોય તો તમારો અંગત ડેટા દૂર કરે છે.
જે કર્મચારીઓને તેઓનું કાર્ય કરવા માટે તમારો અંગત ડેટા જોવાની જરૂર હોય માત્ર તે જ લોકો તમારો અંગત ડેટા જોઈ શકે તે સુનિશ્ચિત કરે છે.
એસસીડી કંપેનિયન પહોંચાડવામાં મદદરૂપ થતી કંપનીઓ પાસેથી તમારા અંગત ડેટાનું રક્ષણ કરવાનું વચન લે છે. તેઓ માત્ર કુરાટિઓની સૂચનાઓ હેઠળ એસસીડી કંપેનિયન પહોંચાડવા માટે અંગત ડેટાનો ઉપયોગ કરી શકે છે.
8. તમારા અંગત ડેટા અંગે તમે કયા હક્કો ધરાવો છો?
તમે તમારો અંગત ડેટા જોવા એસસીડી કંપેનિયન સેટિંગ્સ ટેબમાં સંપાદિત કરવાનો હક્ક ધરાવો છો. તમે ત્યાં તમારા અંગત ડેટાની નકલ માટે વિનંતી પણ કરી શકો છો.
તમે તમારા અંગત ડેટાનો કુરાટિઓ દ્વારા ઉપયોગ ચાલુ રાખવા માટેની તમારી સંમતિ પરત ખેંચી શકો છો. તમે આમ તમારું ખાતું રદ કરીને અને કુરાટિઓને એસસીડી કંપેનિયનમાથી તમારો અંગત ડેટા દૂર કરવાનું કહીને કરી શકો છો.
તમે કુરાટિઓને તમારા અંગત ડેટામાં સુધારા કરવાનું કહી શકો છો.
તમને તમારા હક્કો અને તેનો કેમ ઉપયોગ કરવો તે વિષે કોઈ પ્રશ્નો હોય તો, કૃપા કરીને કુરાટિઓના પ્રાઈવસી ઓફિસર નો સંપર્ક કરો.
9. શું તમારા અંગત ડેટાના આધાર પર નિર્ણયો કરવામાં કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરવામાં આવે છે?
હા, તમારા અંગત ડેટા જોવા માટે અને તમને એસસીડી કંપેનિયનના અન્ય વપરાશકર્તાઓ સાથે મેળવવા (મેચ કરવા) માટે કુરાટિઓના કમ્પ્યુટર્સ નિયમોના સમૂહ (સેટ) નો ઉપયોગ કરે છે. ત્યાર બાદ એસસીડી કંપેનિયન એપમાં તમને આ મિત્રોનું સૂચન કરે છે. તમે તમારા નજીકના લોકસમૂહમાં સૂચન કરેલ મિત્રને આમંત્રણ આપવા ઇચ્છો છો કે કેમ તેનો નિર્ણય તમે કરો છો.
એસસીડી કંપેનિયન અન્ય વપરાશકર્તાઓને તમારું મિત્ર તરીકે સૂચન પણ કરે છે. અન્ય વપરાશકર્તાઓ તમને આમંત્રણ મોકલી શકે છે. અન્ય વપરાશકર્તાના નજીકના લોકસમૂહમાં આમંત્રણ સ્વીકારવા તમે ઇચ્છો છો કે કેમ તેનો નિર્ણય તમે કરો છો.
એસસીડી કંપેનિયનને કેટલો અંગત ડેટા આપવો તેનો નિર્ણય તમે કરો છો. જ્યારે તમે વધુ ડેટા પૂરો પાડો, ત્યારે તમારા મિત્ર સૂચનો તમારા માટે વધુ બંધબેસતા હોય છે અને તમને તેઓના નજીકના લોકસમૂહોમાં સ્વીકારવાની વધુ શક્યતા હોય છે. યાદ રાખો, તમે હમેશા તમારી પ્રોફાઇલ તમે તૈયાર હો ત્યારે તમારી વધુ માહિતી સાથે અદ્યતન (તાજો) કરી શકો છો.
10. શું એસસીડી કંપેનિયન બાળકો માટે છે?
રચનાની દ્રષ્ટિએ, એસસીડી કંપેનિયન અઢાર (18) વર્ષથી નીચેની ઉમરના વપરાશકર્તાઓ પાસેથી અંગત ડેટા એકત્રિત નથી કરતું.
11. શું તમારો અંગત ડેટા તમારા પોતાના દેશ સિવાયના અન્ય દેશોમાં ખસેડવામાં આવે છે?
કુરાટિઓ એસસીડી કંપેનિયન પહોંચાડવા માટે ભારતના સેવા પ્રદાતાઓનો ઉપયોગ કરે છે. તમારો અંગત ડેટા ભારતમાં સંગ્રહિત કરવામાં આવશે.
તમારા કમ્યુનિટી મેનેજર (સમુદાય સંચાલક) ભારતમાં હશે.
કુરાટિઓ કમચારીઓ જેઓ તમારો અંગત ડેટા જોઈ શકે છે તેઓ કૅનેડામાં છે.
12. તમારા અંગત ડેટા સાથે એસસીડી કંપેનિયન શું વહેવાર કરે છે તે વિષે ફરિયાદ કરવા તમે ક્યાં જઈ શકો?
તમે એસસીડી કંપેનિયન અને તમારા અંગત ડેટા વિષે ચિંતાગ્રસ્ત હો તો તમે કુરાટિઓના પ્રાઈવસી ઓફિસર (ગોપનીયતા અધિકારી) ને કહી શકો છો.
જો કુરાટિઓના પ્રાઈવસી ઓફિસરને કહેવાથી યોગ્ય ન થઈ શકે, તો તમે કૅનેડાના પ્રાઈવસી કમિશ્નરને: કૅનેડાના પ્રાઈવસી કમિશ્નરના કાર્યાલય ખાતે કહી શકો છો.