સમુદાયના નિર્દેશો
સમુદાયની મુલાકાત લેવા બદલ તમારો આભાર. અમને તમારા તરફથી પ્રતિભાવ સાંભળવો અને સમુદાયના તમારા સાથી સભ્યો વચ્ચે ચાલી રહેલી ઘણી વાતચીતમાં તમે જોડાઓ તે ગમશે. જોકે, વિચારોના કોઈ પણ સભ્ય વિનિમય માટેના નિયમોની જેમ અમારે દરેક વ્યક્તિ માટે પોસ્ટિંગ કરતી વખતે કેટલાક મૂળભૂત નિયમો ઘડવા જરૂરી છે, જેની વિગતો તમને નીચેના નિર્દેશોમાં મળશે. મુખ્યત્વે, નિર્દેશો એ એવાં કારણોની યાદી છે કે શા માટે તમે અથવા અન્ય વપરાશકર્તાની ટિપ્પણીઓને ચર્ચામાંથી દૂર કરવામાં આવી શકે. નિર્દેશોમાં ચર્ચાયેલ વિષયવસ્તુને ટાળવાથી ફોરમમાં મૈત્રીપૂર્ણ, વધારે સુરક્ષિત, વધારે આદરપૂર્ણ વાતાવરણ જાળવવામાં સહાયતા મળશે, જે વાતાવરણ સર્જવાનો અમારો ઈરાદો છે.
વપરાશકર્તા માટે નિર્દેશો
આ ફોરમ એ તમારા માટે વિચારોનો વિનિમય કરવાનું સ્થાન છે. અમે નિખાલસતા સાથેની ચર્ચાને આવકારીએ છીએ, પરંતુ આ સમુદાય દ્વારા પ્રત્યક્ષપણે અથવા અમારા કોઈ પણ મુલાકાતીઓ કશું પોસ્ટ કરે તે ઑનલાઇન વિષયવસ્તુ સાથે સંબંધિત સરકારી નિર્દેશોને આધીન છે. આ કારણથી વપરાશકર્તાઓને નીચે જણાવેલા વિશિષ્ટ વિષયના મુદ્દાઓમાંથી કોઈ પણ બાબતે ચર્ચા કરવાથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવે છે. બીભત્સ અથવા વાંધાજનક ભાષાનો ઉપયોગ પ્રતિબંધિત છે. વધુમાં, અમે વિનંતી કરીએ છીએ કે વપરાશકર્તાઓ પોતાની ટિપ્પણીઓમાં આદરભાવ જાળવે. આ સાદા નિયમોનું પાલન ન કરતી કોઈ પણ પોસ્ટ દૂર કરવામાં આવશે.
કૃપા કરીને નોંધ લેશો કે એક સ્વયંચાલિત સાધન દ્વારા બધા જ સમયે આ ફોરમ પર નજર રાખવામાં આવે છે. કોઈ પ્રતિકૂળ ઘટનાની સ્થિતિમાં અથવા પ્રૉડક્ટ અંગે ફરિયાદની સ્થિતિમાં અમારે તમારી સંપર્કની માહિતી મેળવવાની અને તમારો સંપર્ક કરવાની જરૂર પડી શકે છે
ટાળવા જેવા મુદ્દાઓ
પ્રિસ્ક્રીપ્શન પરની પ્રૉડક્ટ્સ, તેમના લાભો અથવા તેમની આડઅસરો સહિત
સંબંધિત લેબલ સિવાયની ચર્ચા
તબીબી સલાહ અથવા સારવારનાં સૂચનો માટેની વિનંતી અથવા પ્રસ્તાવો
વિશિષ્ટ ક્લિનિક્સ અથવા સ્વાસ્થ્યસંભાળ વ્યાવસાયિકોની ભલામણો, ટીકાઓ અથવા વિષયલક્ષી રેટિંગ્ઝ
વ્યાપારી સેવાઓ અથવા પ્રૉડક્ટ્સની પ્રચારાત્મક માહિતી અથવા ઑફરો
ફોરમના અન્ય વપરાશકર્તાઓ અથવા [કંપનીનું નામ] અને તેમના કર્મચારીઓ વિશે ટીકાઓ અથવા તેમના વિશેના અભિપ્રાયો
સારવાર સાથે સંબંધિત પ્રતિકૂળ અસરો અંગે જાણ કરવી. પ્રતિકૂળ અસરો અંગે જાણ કરવા માટે કેટલીક વિશિષ્ટ ચેનલો છે.